Made in India
નામ : રાજુલ ભાનુશાળી
જન્મ તારીખ - ૧૮/૭/૧૯૭૨
કાર્યસ્થળ - ઘર- ફૂલ ટાઈમ ગૃહિણી+ લેખક
ઉપાધિ - અન્નપૂર્ણા, સર્જક, મલ્ટીટાસ્કર વગેરે વગેરે
પ્રથમ રચના :
આમ તો પ્રથમ કાચીપાકી રચના નવમા ધોરણમાં લખેલી, જે કોલેજના માસિક સામાયિકમાં આવેલી. કોલેજની મોટી લોબીમાં બન્ને સાઈડ હારબંધ કાચના કબાટ હતા. સ્ટુડન્ટ લેખ, કવિતા, વાર્તા વગેરે હાથે લખીને સબમીટ કરે એટલે કોલેજ પ્રશાષન એ પેપર કાચના એ કબાટોમાં ટાંચણીથી લગાડે. એવું ત્યારે કાચું પાકું લેખન ચાલતું. લગ્ન પછી છૂટી ગયું. ત્યાર બાદ વર્ષો પછી ૨૦૧૨માં ફરી શરૂ થયું. ગઝલવિશ્વ, કવિતા, કવિલોક, છાલક, અખંડ આનંદ, મમતા, કચ્છમિત્ર, દિવ્યભાસ્કર જેવા માતબાર સામાયિકો અને દૈનિક સમાચારપત્રોમાં કૃતિઓ છપાતી રહે છે. ચાર પુસ્તકો પ્રગટ થયા છે.
૧) સંગતિ - 'ગઝલ તો હું લખું' ગ્રુપના મિત્રોનો સહિયારો ગઝલસંગ્રહ.
૨) 'આઝાદ કલમ' - શાયરા મેગી અસનાની સંપાદિત ગઝલસંગ્રહ.
૩) 'અનુભૂતિના અક્ષર' - કવયિત્રી નંદિતા ઠાકોર સંપાદિત પત્રલેખાઓના પત્રોનું પુસ્તક.
૪) 'લેખિનીઓના નિબંધો' - શ્રી ધીરુબેન અનુદિત, લેખિની સંપાદિત નિબંધ સંગ્રહ.
સાહિત્યના દરેક પ્રકારો ખેડવા ગમે છે. કવિતા, વાર્તા, અનુવાદ કે આસ્વાદ, નિબંધ કે લેખ. બધા જ. પણ કવિતા અને વાર્તા પ્રત્યે ખાસ લગાવ છે. ગઝલ, ગીત, અછાંદસ, મોનોઇમેજ, લઘુકાવ્ય, લઘુકથા, ટુંકી વાર્તા વગેરે ખૂબ ગમે.
કવિતા એટલે-
કવિતા એટલે ધોધમાર વહેતી સંવેદના.
કવિતા એટલે મારા શબ્દોનો પોતીકો પડછાયો.
કવિતા એટલે તરલ આંખોનો ભેજ શોષીને ટેરવા પર ઉગી નીકળેલી કોક કુંપળ.
કવિતા એટલે જીવનરૂપી આઈસક્રીમ પર શોભતું સ્વાદિષ્ટ ચેરીનું ટોપિંગ.
કવિતા એટલે સપ્તરંગી જીવનમાં ઉમેરાયેલો આઠમો રંગ.
સાહિત્ય સફરની યાદગાર વાત -
બે ત્રણ પ્રસંગો છે જે કદી જ નહિ ભુલાય. ૨૦૧૨માં હું ફેસબુક પર આવી. મુંબઈમાં દર વર્ષે આયોજિત થતી 'મીના સુથાર કાવ્ય અને વાર્તા સ્પર્ધા' વિશે એક દિવસ કોઈ મિત્રની વોલ પર જોયું. અને એક અછાંદસ મોકલી દીધું. સ્પર્ધાનો એ નિયમ કે મોકલેલી કવિતાનું રીઝલ્ટના દિવસે ત્યાં હાજર રહી પઠન કરવું, અન્યથા સ્પર્ધામાંથી બાકાત ગણાય. મારો ત્યાં જવાનો કોઈ વિચાર નહોતો, પણ દિકરી ખેંચીને લઈ ગઈ અને મારા એ અછાંદસને તે દિવસે પ્રથમ ઈનામ મળ્યું. અત્યંત હર્ષ થયો. ત્યાર બાદ તો ૨૦૧૩ અને ૨૦૧૪ બન્ને વર્ષે કવિતા અને વાર્તામાં અનુક્રમે પ્રથમ અને તૃતિય પારિતોશિક અંકે કર્યા.
તે ઉપરાંત મુંબઈથી પ્રકાશિત થતા ત્રૈમાસિક લેખિનીના ૨૦૧૫નાં દિપોત્સવી અંકમાં પ્રકાશિત મારી એક ગઝલની શ્રી. મણીલાલ હ. પટેલ દ્વારા 'અંકની શ્રેષ્ઠ કૃતિ' તરીકે વરણી થઈ અને એ પારિતોષિક મળ્યુ શ્રી ધીરુબેન પટેલ જેવા લીજેન્ડરી સાહિત્યકારને હસ્તે. એમના હસ્તે ઈનામ લીધું એ દિવસ, એ પળ પણ કદીય નહિં ભુલાય.
આવનાર રચનાઓ-
'ફેસબુક ગ્રુપ ગઝલ તો હું લખું'ને પાંચ વર્ષ થશે એ નિમિત્તે ફરી એક સહિયારો ગઝલ સંગ્રહ આવી રહ્યો છે. તે ઉપરાંત 'સ્ત્રીઆર્થ ૨' નામનો સહિયારો વાર્તાસંગ્રહ પણ ૩૦ જુલાઈના આવી રહ્યો છે. મા વાગીશ્વરીને અરજ કે આશિર્વાદ વરસાવતી રહે.
ભાષા અને સાહિત્ય વચ્ચે સમન્વય-
ભાષા એટલે કોઈ એક સમાજ કે દેશના લોકો પોતાના મનોગત ભાવ કે વિચાર એકબીજાને પ્રકટ કરી શકે તેવો વ્યક્તનાદનો સમુદાય, એમની જબાન કે વાણી. સાહિત્ય એટલે પ્રજાનાં વિચાર, ભાવના, જ્ઞાન વગેરેની ભાષામાં સંગ્રહાયેલી મૂડી. આ એક પ્રકારનું એકીકરણ કે જોડાણ છે. જે તે ભાષાનું સાહિત્ય એ જે તે ભાષા બોલતી પ્રજા એટલે કે સમાજનું પ્રતિબિંબ હોય છે. આમ ભાષા અને સાહિત્ય એકબીજાના પૂરક છે.
Interview was taken by Jahnvi Mehta
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com