Radhika Patel

1. તમારી સાહિત્યસફરની શરૂઆત કઈ રીતે થઇ? પ્રેરણાસ્રોત કોણ બન્યું?

જવાબ:સાહિત્યની સફર ફેસબુકથી થઇ એમ કહેવામાં મને જરા પણ છોજ નથી.મારુ કોઈ સાહિત્યિક બેકગ્રાઉન્ડ નથી.ક્યારેય પુસ્તકોનું ખાસ વાંચન કે ના હતું ઘરમાં એવું કોઈ વાતાવરણ.કવિતા એ મારા જીવનમાં થયેલો સૌથી મોટો અકસ્માત છે જેણે મારુ જીવન બદલી નાખ્યું એમ કહું તો જરાય ખોટું નથી.મને કોઈ કવિતાના જંગલમાં આંગળી પકડી લઇ આવ્યું અને પછી ત્યાં જ છોડી ગયું હંમેશ માટે.હું ત્યાં ભૂલી પડી ગઈ છું અને હવે હું આમ ભૂલ પાડવાનો આનંદ ભરપૂર ઉઠાવું છું પ્રેરણાસ્ત્રોત વિષે વાત કરું તો એ કોઈ વ્યક્તિ નથી.દુઃખ કે પીડાનું કારણ જ્ઞાન હોય છે આંસુનું કારણ પ્રેમ અને અજંપાનું કારણ ચેતના છે.કવિતા માટે જ્ઞાન,પ્રેમ અને ચેતના ત્રણેય કારણભૂત છે.એટલે એને તમે પ્રેરણાસ્ત્રોત કહી શકો.

2. આપના પ્રકાશિત પુસ્તકો, કાવ્યસંગ્રહ વિશે કહેશો...

મારા હજુ સુધી કોઈ પુસ્તક પ્રકાશિત નથી થયા. પણ હા, જાણીતા સાહિત્યિક સામાયિક જેવાકે પરબ,નવનીતસમર્પણ,વહી,કવિતા,કવિલોક,શબ્દસર,ગઝલવિશ્વ વગેરેમાં મારી અત્યાર સુધીની 60-70 જેટલી રચના પ્રકાશિત થઇ ચુકી છે. કાવ્યપઠનનો અનુભવ પણ ખરો.અત્યારના આ ડિજીટલયુગમાં પુસ્તક કરવું એ ઘણી અઘરી વાત છે,સિવાય કે તમારી કલમ અત્યંત ધારદાર હોય અને તમને વાંચવા લોકો ખર્ચ કરે એટલી તમારી ઓળખ અને લોકપ્રિયતા હોય તો જ પુસ્તક કરવાનો કોઈ અર્થ છે બાકી સ્વખર્ચે તું હું બેચાર દિવસમાં જ પુસ્તક પ્રકાશિત કરી દઉં પણ શો અર્થ ? મારે કોઈને ભેટ ધરવા માટે પુસ્તક નથી કરવું.એટલે જ્યાં સુધી પ્રકાશક ના મળે ત્યાં સુધી પુસ્તક પ્રકાશિત નહિ કરું એવો વિચાર મેં શરુઆથી જ કરેલો છે (જયારે હું શરૂઆતમાં મારી કવિતા લઈને એક પ્રકાશક પાસે ગઈ અને એણે એક પણ કવિતા વાંચ્યા વગર જ જવાબ આપ્યો "અમે ખાલી જાણીતા લેખક-કવિના જ પુસ્તક બનાવીએ છીએ ...એ દિવસથી મેં મનમાં ધારી લીધેલું કે મારુ પણ પુસ્તક થશે જ અને હું નહિ પ્રકાશક દ્વારા જ...એના માટે મેં પાછા વળીને જોયું નથી એટલી મહેનત કરી છે.) હવે એ સમય આવી ગયો છે અને મારુ પ્રથમ પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થશે અને મજાની વાત એ છે કે એ કવિતા નહિ પરંતુ મારી પ્રથમ નવલકથા છે.

3. સાહિત્યની આવતીકાલ આપની નજરે ...

જવાબ:સાહિત્યની આવતીકાલ મને તો ઘણી ઉજળી લાગે છે કારણકે ઈન્ટરનેટના કારણે વાચક વધારે વધારે સ્માર્ટ થતો જાય છે એટલે ચીલાચાલું ફેંકાઈ જવાનું અને સમૃદ્ધ કે ધારદાર સાહિત્ય જ બચી શકશે એવું મારુ માનવું છે.પણ,હા આવું સાહિત્ય લોકો સુધી પંહોચે એની જવાબદારી સાહિત્યકારોની અથવા પ્રકાશકોની છે-સિવાય કે કચરો સાહિત્ય પીરસ્યા કરે તો લોકોનો રસ પણ ઉઠી જાય.બાકી જેમ સિનેમા જગતમાં અત્યારે સ્માર્ટ મુવીઝ નો ટ્રેન્ડ છે એમ સાહિત્યમાં પણ આવશે એમ હું માનું છું અને હા સાહિત્યમાં સત્તા હાથમાં લઈને બેસી ગયેલા કોઈના પણ હાથમાં એ દોરી લાંબો સમય ટકવાની નથી.

4. યુવા સાહિત્યને કેવા માર્ગદર્શનની જરૂર છે? 

યુવા પેઢી ખુબ સ્માર્ટ છે સારું કે ખરાબ સમજે જ છે.સાહિત્ય ક્યારેય રૂઢિગત હતું જ નહિ કે હોય જ ના શકે.નવીનતા કે મૌલિકતા એ જ કવિતા છે એમ હું માનું છું.જેની પાસે મૌલિકતા છે એ જ ટકી રહેશે ભલે એ 16 વર્ષનો કવિ હોય કે 60 વર્ષનો કવિ હોય એની કવિતા યુવાન હોવી જોઈએ..!!

5. આપના જીવનના યાદગાર પ્રસંગ જે કાયમ માટે છાપ મૂકી ગયા ?

જવાબ:હા કેટલીક એવી ઘટનાઓ ઘટી ગઈ કે જેને હું ટર્નિંગ પોઇન્ટ કહીશ ચોક્કસ.પણ,એ કઈ ઘટના હતી એ તો તમારે મારા કાવ્યોમાંથી તાગ કાઢવો પડે અથવા આત્મકથા લખું ત્યાં સુધી રાહ જોવી પડે... ;) :) અત્યંત સંવેદનશીલ સ્વભાવ,વિદ્રોહી મિજાજ મને કવિતા કરવા પ્રેરે છે ઉપરાંત કુદરતને જોવાની જિજ્ઞાસાવૃત્તિ મને કવિતા આપી જાય છે.સારી કવિતામાં વિજ્ઞાન (વિશેષ જ્ઞાન) પણ જરૂરી છે.અને હું વિજ્ઞાનની વિદ્યાર્થીની પણ ખરી.બાકી અવગણના,અન્યાય,નિષ્ફળતા જેવી કેટલીય બાબતો છે જે મને કવિતા સુધી લઇ જાય છે.કવિતા મને મારી આધ્યાત્મિકતા સુધી લઇ જાય છે જે મને મારા હોવાનો અર્થથી સભર કરે છે.બાકી મારી નવલકથા એ મારો સૌથી વધુ યાદગાર પ્રસંગ છે એમ હું કહીશ કારણકે મેં એને મારી કલ્પનાઓની દુનિયામાં જીવંત થઈને લખી છે..!

6. ક્યા લેખક મિત્રને વાંચવાની મજા આવે?

જવાબ:પન્નાલાલ પટેલ,અશ્વની ભટ્ટ,કુન્દનિકા કાપડિયા ,પન્ના નાયક,મનીષા જોશી,અમૃતા પ્રીતમ,યોગેશ જોશી,વિપિન પરીખ...યુવાકવિમિત્રોમાં નીરવ પટેલ,કુલદીપ કારિયા,અનંત રાઠોડ,ભાવેશ ભટ્ટ.જય વસાવડા અનેક ગુજરાતીઓની જેમ મને પણ પ્રિય છે.

7. ભાષા અને સાહિત્યને કેવી રીતે મૂલવો છો?

જવાબ: તમે તમારી કોઈ પણ વાતને તમારી માતૃભાષામાં શ્રેષ્ઠ રીતે રજુ કરી શકો એમ હું માનું છું.મારા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવા છતાં જો એ કવિતા લખશે તો એ ગુજરાતીમાં જ હશે એવો મને વિશ્વાસ છે.એટલે મને ભાષા એ કોઈ ચિંતાનો વિષય લાગતો નથી.ભાષા છે અને રહેશે જ એવો વિશ્વાસ છે.

8. સ્ત્રી, પ્રોફેશન અને પરિવાર...

જવાબ: સ્ત્રી એ મેનેજમેન્ટ ગુરુ છે મલ્ટીટાસ્કર છે.એટલે એના માટે બધું જ શક્ય છે.એ બધું બેલેન્સ રાખી શકે એટલી ક્ષમતા હોય જ છે એનામાં.અને હું રાખી શકી છું એનો મને આનંદ છે.જયારે તમે કંઈક મેળવવાની જીદપર ઉતરી આવો ત્યારે બધું આપમેળે તમારા પક્ષમાં આવી જાય છે.કવિતા મને જે શક્તિ આપે છે એના થકી જ હું બેલેન્સ કરી લઉં છું.

Comment

You need to be a member of Facestorys.com to add comments!

Join Facestorys.com

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service