Made in India
મેઘા જોશી
જન્મતારીખ : ૫ એપ્રિલ
કાર્યસ્થળ : શ્રી જલારામ જનસેવા ટ્રસ્ટ,ધર્મજ
ઉપાધિ :MA( clinical psychology),Diploma in Mental Retardation,B.Ed in Special Education,PG Diploma in Guidance and Counselling
1) પ્રથમ રચના ક્યારે લખી હતી અને કઈ ? તથા અત્યાર સુધીની પ્રકાશિત રચનાઓ ?
લગભગ ભાષાના પ્રેમમાં પડી ત્યારથી લખવાનું શરુ કરેલું,છુટા-છવાયા કાગળ કે ડાયરીના પાના પર લખેલ શબ્દો હવે ભલે જોડકણા લાગે છે ..પણ મારી માટે મારી સ્કુલ લાઈફમાં લખેલી કવિતાઓ,પરિક્ષામાં લખેલા નિબંધ મારી પ્રકાશિત રચના જેટલાં જ મહત્વના છે.અમુક ટૂંકી વાર્તા અને બે પાંચ કાવ્યો વિવિધ મેગેઝીનમાં પ્રકાશિત થયા છે.બાકી છાપા સાથેનો નાતો ત્રણ વર્ષ પહેલા શરુ થયો.ચરોતરના દૈનિક અખબાર સરદાર ગુર્જરીમાં "મનોગ્રામ"નામની કોલમ અને એક વર્ષ થી દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં "વુમનોલોજી " -સ્ત્રી વિષયક કોલમ લખું છું.
2) કવિતાનો વિચાર ક્યાંથી સ્ફુરે છે? તેની સર્જન-પ્રક્રિયા વિષે જણાવશો.
કવિતા સાથે મારે નાનપણથી જ ઘર જેવા સંબધ છે.હું મોટી થતી ગઈ એમ મારી કવિતા પણ મોટી થતી ગઈ ..નાનપણમાં અન્યાય થાય ત્યારે ,બેનપણીઓ ના જન્મદિન પર ,યુવાનીમાં પ્રેમમાં પડી ત્યારે ,સંસારિક જીવન શરુ થયું પછી સમાજમાંથી,સોશિયલ મીડિયામાં ઝંપલાવ્યા પછી એની અસર હેઠળ ને હવે એમ લાગે છે મારી કવિતા મારામાંથી બહાર નીકળીને બીજાની લાગણી અને અનુભવ સુધી પહોચી શકે છે ...આમ સ્ફૂરણાનો શ્રેય મારી સાથે રહેતા વાતાવરણને આપી શકું.સર્જનમાં કઈ પ્રક્રિયા જોડાયેલી છે એ નક્કી કરવું મુશ્કેલ છે.મારા લેખ માટે વિષયની પસંદગી બાબતે હું ખાસ્સી ચીકણી છું,મનોમન નક્કી કર્યા પછી સૌથી પહેલા મારી જ સિસ્ટમમાં નાખી જોઉં છું કે મારી પોતાની પાસે જે તે વિષય માટે મૌલિક વિચાર છે કે નહિ ?ત્યાર પછી એ વિષે વધુ માં વધુ વાંચવાનો પ્રયત્ન કરું છું .અને જયારે ડેટ લાઈન બરોબર માથે આવીને બેસી જાય ત્યારે લખું છું . કવિતા ખાસ બેનપણી હોવાને નાતે લહેર પડે ત્યારે લખું ..અથવા ખુબ જીવ બળી જાય ત્યારે લખ્યે છૂટકો કરું .
3) કવિતા કે કોઈ પણ લેખન માટે શું એક નિશ્ચિંત માહોલ જરૂરી છે?
જો આ પ્રશ્ન દરેક સર્જક માટે હોય તો દરેક પાસે એનો જવાબ વ્યક્તિગત હશે ..માહોલનો આધાર એ સર્જકના સ્વભાવ અને ટેવ પર છે.મારી વાત કરું તો મને રાતના અગિયાર વાગ્યા પછીનો સમય,મારી જગ્યા અને મારા કોમ્પ્યુટરનો મોહ ખરો ..
4) સાહિત્યક્ષેત્રે પ્રવેશી રહેલા નવોદિતોને શું કહેશો?
આ જવાબ અપાવો સહેજ અઘરો છે કારણકે મારે જ હજી સલાહ આપી શકાય એટલા જુના બનવાનું બાકી છે ..મારા પુરોગામી માટે હજી હું નવોદિત છું અને કાયમ રહીશ કદાચ ..મિત્રદાવે એટલું કહી શકું કે વાંચ્યા વગર લેખક બનવાની ઉતાવળ ના કરવી અને સોશિયલ મીડિયા એ આપેલ પ્રતિસાદને પોતાની ક્ષમતા સાથે રોજ એકવાર ત્રાજવે તોલી જોવાનો ...
5) હાલમાં શું લખો છો? કંઇ નવું લખવાનું આયોજન છે?
અઠવાડિયામાં બે લેખ ,મન થાય કે મનમાં લાગી આવે ત્યારે કવિતા અને વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે બેલેન્સ કરવું હોય ત્યારે વાર્તા લખું ..મારા પુસ્તક માટે આયોજન છે એવું કહી શકાય.
6)તમારા માટે સ્ત્રી એટલે ?
મારા માટે સ્ત્રી એટલે હું ...કે જગતની હોમો સેપીયંસ પ્રજાતિની કોઈ પણ વ્યક્તિ જેમાં 'xx' ક્રોમોઝોમ હોય ..સ્ત્રી સાથે જોડાયેલ નારાયણી,દેવી કે અબળા ,નિર્ભયા એ જે તે સમય અને પરિસ્થિતિ જન્ય વિશેષણ છે.સ્ત્રીની કોઈ વ્યાખ્યા ના હોઈ શકે ...સફળ સ્ત્રીનું ઉદાહરણ આપીને સાવ અંતરિયાળ વિસ્તારમાં ઘૂંઘટ ઓઢી આંગણે રંગોળી કરતી,કે વાસીંદા કરતી સ્ત્રીને અન્યાય ના કરી શકાય.
7) ફુરસદની પળમાં......
મનોવિજ્ઞાન ગમતો વિષય અને રોજી રોટી હોવાને કારણે ફુરસદની પળોમાં પણ સાથે રહે છે.અજાણ્યા લોકોના વર્તન ,પ્રતિક્રિયા જોવી ગમે છે,જે સમજી શકે તેવા મિત્રો સાથે ચર્ચા ગમે છે.દીકરા પાસે સંગીત શીખવાનું શરુ કર્યું છે.
Interview was taken by : Jahnvi Mehta
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com