Made in India
1. આપે લખવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરી?
માત્ધ્યામિક શાળા ના અભ્યાસ દરમ્યાન, ગુરુપૂર્ણિમાના દિવસે એક હસ્તલિખિત અંક બહાર પાડીને, પૂ. પાંડુરંગ શાસ્ત્રી ના ચરણે ધરવાનો હતો. કદાચ એ ૧૯૬૫ કે ૧૯૬૬ નું વર્ષ હશે. એ અંક નું સંપાદન કર્યું અને એના માટે મેં એક વાર્તા લખી હતી. મને સ્મરણ છે ત્યાં સુધી એ વર્ષો માં કચ્છ ના અંજારમાં વિનાશક ભૂકંપ થયો હતો, અને એ વાર્તા પણ એજ ઘટના પર આધારિત હતી. એ મારું પહેલું સર્જન. પૂ. દાદાએ પીઠ થાબડી ને મને પ્રોત્સાહિત કર્યો હતો.
2. એક લેખકની મૂળભૂત ફરજ કઈ?
લેખક કાવ્ય લખે, વાર્તા લખે કે નવલકથા લખે, પરંતુ એનું કથા બીજ સમાજ માંથી જ મળી રહેતું હોય છે. લખવા માટે માં શારદા ની કૃપા જરૂરી હોય છે, અને દેવી કૃપા થી જ જે લખાય તેમાં પ્રમાણિકતા અને પવિત્રતા જરૂરી હોવા નું હું માનું છું. વાસ્તવિકતા ને કેન્દ્ર માં રાખી ને લખવું એ એક ફરજ બની રહે છે. એજ લેખક નો ધર્મ હોવો જોઈએ.
3. જો સોશિયલ મીડિયાને બહુ ટૂંકમાં વ્યાખ્યિત કરવું હોય તો શું કહેશો?
સોશિઅલ મીડિયા આજ ના યુગ માં બહુ મહત્વ ની ભૂમિકા ભજવે છે. એ સીમાડાઓ નું સંકલન કરે છે, અને સહૃદયી અને સમાન અનુભૂતિ ધરાવતા લોકોને એક બીજા સાથે સાંકળે છે. સંસ્કૃતિ અને સાહિત્યના સર્જન અને વર્ધનમાં મહત્વનો ફાળો આપે છે. રચનાત્મક પ્રવૃત્તિ માટે આશીર્વાદરૂપ છે.
4. જીવનમાં ટર્નિંગ પોઈન્ટ કહી શકાય એવી કોઈ ઘટના?
કારકિર્દી માં વણાંક ખૂબ આવ્યા છે, પણ જ્યાં રુકાવટ આવી ત્યાં રસ્તા મળતા રહ્યા છે. બદલાયેલા સંજોગો માં માદરે વતન કચ્છ ને છોડી ને ૧૯૮૬-૮૭ માં મુંબઈ આવીને વસવાનું થયું. એ મારા જીવન નો સાચો ટર્નીંગ પોઈન્ટ હતો. ત્યારથી પત્રકારિત્વ ક્ષેત્રે પદાર્પણ કર્યું, જે આજ સુધી અવિરતપણે ચાલુ જ છે.
5. એવું એક પુસ્તક જેને ફરી ફરી વાંચો તો પણ થાક ન લાગે.
ધર્મ ની વાત કરું તો “શ્રીમદ ભગવદ ગીતા” ગમે તેટલીવાર વાંચો, નવા અર્થઘટન નો ઉઘાડ અનુભવાય, થાક ઉતરી જાય. સાહિત્ય માં થી પસંદ કરવાનું હોય તો, નવલકથા “મળેલા જીવ” આ પુસ્તક વાણિજ્ય ના પહેલા વર્ગ ના અભ્યાસ ક્રમમાં હતું. બહુ સ્વાભાવિક રીતે એ વર્ષમાં કેટલીયે વાર વંચાયું હોય. આજ પણ એ વાંચું તો થાક ના લાગે. અને સૌથી વિશેષ વેદના, સંવેદના અને સંબંધો સામે આઈનો ધરતું કલાપી સાહિત્ય થાક ઉતારે, થાક્વે નહીં.
6. આજના યુવાવર્ગને શું સંદેશો આપશો?
કોઈ ના ઉપદેશક ન બનવું. જીવન ઉપદેશાત્મક બનાવવું. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. જીવન હકારાત્મક બનાવવું. તમારી હકારાત્મકતા બીજાની નકારાત્મકતા ને દૂર કરી શકે છે.
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com