Made in India
1. તમારી સાહિત્યસફરની શરૂઆત કઈ રીતે થઇ? પ્રેરણાસ્રોત કોણ બન્યું?
ઉત્તર : પરિવારમાં વાચનનું મહત્વ અને ચલણ બંને પહેલેથી, ખાસ કરીને મારા માતુશ્રી ખૂબ વાંચતાં પુસ્તકાલયમાથી આવેલા કેટલાંક પુસ્તકો તે અમને (મને અને મોટાભાઈને ) પણ વાંચવા કહેતા અમે રસપૂર્વક વાંચતાં. ઘરમાં ‘ઝગમગ’ જેવા બાળા સામાયિક પણ આવતાં તેમાં આવતી બાળકવિતા જોઈ હું કદાચ આઠ કે નવમા ધોરણમાં હતો ત્યારે મને પતંગિયાને ઉદ્દેશીને ગીત જેવુ લખવાનું મન થયું, જે અમારી શાળાના નોટિસબોર્ડ પર મુકાયું મારી એ પહેલી રચના ત્યાર બાદ બીજા પણ એવા કેટલાંક બાળ-ગીતો જાદુગર જેવા વિષય પર લખાયાં. કોલેજમાં અભ્યાસ દરમ્યાન ઈતર વાચન નો શોખ ખૂટ્યો નહીં, એ દિવસોમાં અછાંદસ પ્રકારની કવિતાઓ આદરણીય શ્રી સુરેશ જોશી, લા.ઠા., અને અન્ય કવિઓની વાંચતાં અછાંદસ કવિતાઓ તરફ વાળ્યો, મનમાં ઉદભાવતી લાગણીઓને શબ્દોમાં ઉતારી તેને ડાયરીમાં લખી રાખતો, પણ બે ત્રણ નજીકના મિત્રોને બાદ કરતાં કોઈને બતાવવાની હિંમત ન થતી ક્યારેક ગઝલ જેવુ પણ લખાતું. એ દિવસોમાં રદીફ, કાફિયા કે છંદની સમજ વિના કેટલીક પૂર્ણપણે સાચી ગઝલ પણ લખાયેલી. કોલેજકાળ પૂરો થતાં અને નોકરી લાગતાં કાવ્ય-સર્જનમાં ઓટ આવી. ક્યારેક ગદ્યમાં રહસ્ય કથા અને એકાંકી નાટકો પણ લખાયા. ટૂંકમાં વાંચવાના શોખે મને લખતા કર્યો એમ કહી શકાય.
2. આપના પ્રકાશિત પુસ્તકો, કાવ્યસંગ્રહ વિશે કહેશો...
ઉત્તર :૧) સાલ ૨૦૦૨માં ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી મારો પહેલો ગઝલ સંગ્રહ ‘આસોપાલવ’ પ્રકાશિત થયો. ૨) સાલ ૨૦૦૯માં ગીત અને ગઝલનો સંયુક્ત સંગ્રહ ‘દડમજલ’ આવ્યો જે પ્રકાશન અમદાવાદની સંસ્થા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા થયું. ૩) ગઝલ સંગ્રહ ‘… અને તું’ નું પ્રકાશન ૨૦૧૫માં અમદાવાદની પ્રકાશન સંસ્થા ‘રન્નાદે પ્રકાશન’ દ્વારા થયું. ૪) એની સાથે જ એક ટૂંકી વાર્તા સંગ્રહ ‘અનંત એકાંત’ પણ ‘રન્નાદે પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થયો.
3. સાહિત્યની આવતી કાલ આપની નજરે
ઉત્તર : સાહિત્ય ખાસ કરીને ગુજરાતી સાહિત્યની આવતીકાલ ઉજળી છે, સમકાલીન અને નવોદિત ઘણી કલમ તેમનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહી છે. ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર અચાનક કવિઓનો ઊભાર આવ્યો છે, દરેક યુવાન જાણે કવિતા (ગઝલ વાંચવું) લખવા ઉતાવળો છે શીખવાની તૈયારી ઓછી અને વાહવાહી મેળવવાની અપેક્ષા વધારે હોય એમ દેખાય છે પણ એમાંથી વીસેક ટકા જેટલી કલમ પણ સાચે રસ્તે જઇ સફળ થાય તો કવિઓનો લીલો દુકાળ પાડવાની શક્યતા છે, ગદ્ય સર્જનનું ખેતર પણ યુવાનો પોતાની રીતે ખેડી રહ્યા છે કેટલીક ઓનલાઈન એન્ડરોઈડ એપ્લીકેશન અને ફેસબુક પર ચાલતા ગ્રૂપ છે જ્યાં પોતાની રચના સહેલાઇથી ભાવકો સુધી પહોંચાડી શકાય છે અને તેમના પ્રતિભાવ પણ તરત જ મળી શકે છે. પુસ્તકની સાથે, ઇ-બુક પણ વાંચવાનો ટ્રેન્ડ વધ્યો છે છતાં નેશનલ બુક ફેર જેવા આયોજન યુવા ભાવકથી છલકાય છે, જય વસાવડા કે કાજલ ઓઝા વૈદ્ય જેવા સર્જકોના પ્રવચનોમાં હકડેઠઠ ભીડ જામે છે..આ બધી સુંદર નિશાની છે. તેઓ પન્નાલાલપટેલ, ભગવતીકુમાર શર્મા, રઘુવીર ચૌધરીની સાથે સાથે અમારા જેવા નવોદિતને પણ રસપૂર્વક વાંચે છે.
4. યુવા સાહિત્યને કેવા માર્ગદર્શનની જરૂર છે?
ઉત્તર : યુવા સાહિત્યકારોને જો જરૂર હોય તો તે છે ભાષા (જોડણી અને વ્યાકરણ ) શુધ્ધિની , આ માટે લખતાં પહેલા ખૂબ સારું અને વિપુલ પ્રમાણમાં વાંચવું જરૂરી છે, આજના લેખકો જેવુ બોલે છે એવું જ લખે છે જે મોટી નબળાઈ ગણાય, અરે ઘણા નવ- સર્જકો તો વાચન કરતી વખતે સ્પષ્ટ ઉચ્ચાર નથી કરી શકતા બલ્કે એ તરફ જાગૃત જ નથી. લખાણ જ્યાં સુધી ડાયરીમાં હોય ત્યાં સુધી તેમાં ભૂલ હોય તો સુધારવાનો અવકાશ રહે છે પણ એક વાર કોઈ પણ માધ્યમાથી જાહેરમાં મુકાઇ જાય તે પછી તે લોકોનું બની જાય છે અને જો જોડણી અને વ્યાકરનની ભૂલો વાળ જો આપણે આપણી આવનારી પેઢીને વારસામાં આપીશું તો તે એવું જ શીખશે, આપણી ભાષા આ રીતે ક્રમે ક્રમે નબળી પડતી જશે. નવોદિતોએ પોતાનું લખાણ જાહેરમાં મૂકતાં પહેલાં શબ્દકોષની સહાયથી ચકાસવું જોઈએ, બને તો કોઈ વ્યાવસાયિક પ્રૂફ-રીડરની મદદ લેવી જોઈએ પણ શુધ્ધ ભાષા-કર્મ તેમનો આખરી ઉદ્દેશ્ય હોવો ઘટે. ઉપરાંત તેમની વાર્તા વસ્તુમાં ઘણીવાર પાછલે બારણેથી શૃંગારની સાથે સેક્સ પ્રવેશતા જોયો છે જે તેમની વાર્તાને સસ્તી બનાવી શકે છે જેનાથી બચવું હિતાવહ છે.
5. આપના જીવનના યાદગાર પ્રસંગ જે કાયમ માટે છાપ મૂકી ગયા ...
ઉત્તર : આમ તો જીવનમાં અનેક ઘટનાઓ યાદ રહી જાય એવી બની છે પણ આ એક ખરેખર ઉલ્લેખનીય છે, વાત સાઇઠના દાયકાની છે જ્યારે હું માધ્યમિક શાળામાં ભણતો મારા પિતાશ્રી રેલવેમાં કારકુની કરતાં ઉપરાંત ટ્યુશન્સ કરી આવક જાવકના બે છેડા ભેગા કરતાં, વડોદરા શહેરની એક પોળમાં અમે ઘણા વરસોથી ભાડે રહેતા, આમતો બધુ જ સમુસૂતરું ચાલતું હતું પણ કોઈ એક ક્ષણે મકાન માલિકના મનમાં ભાડું વધારવાનો વિચાર આવ્યો મારા પિતાશ્રી આ પહેલા પણ એમાં વધારો કરી આપ્યો હતો પણ મકાનમાલિકને એમ કે કોઈ પણ રીતે અમને ત્રાસ આપીને ખાલી કરાવે તો નવા ભાડૂઆત પાસેથી વધારે ભાડું મળે. એટલે છાશવારે મકાનમાલિકે ઝ્ગડા કરવા શરૂ કર્યા, મારા માતુશ્રીને મારા પિતાશ્રીની ગેરહાજરીમાં અપશબ્દો કહી પરેશાન કરવાનું તો રોજનું જ થઈ પડ્યું. પહેલાં બોલચાલનો સારો વ્યવહાર હતો એના પર પૂર્ણવિરામ મુકાઇ ગયું, એવામાં મકાનમાલિકના પત્ની ગુજરી ગયા. એમનો દીકરો અમદાવાદ રહે ત્યાથી આવી ક્રિયા-કર્મ કરી સપરિવાર અમદાવાદ પાછો ફરી ગયો. એના છ મહિનામાં ચોમાસાની મૌસમમાં એક દિવસ મકાનમાલિક સવારે મંદિર દર્શન કરવા ગયા હશે ત્યાં કોઈ થાંભલાને અડકી જતાં વીજળીનો ઝટકો લાગ્યો અને પડી ગયા. કોઈ અજાણી વ્યક્તિ રિક્ષામાં બેસાડી ઘરે મૂકી ગયા આ વાતની મારા માતુશ્રીને ખબર પડી, નજીકમાં તેમના કેટલાક સંબંધીઓ રહેતા પણ તેમણે જાણ થાય એ પહેલાં જ માનવતાના દાવે મારા માતુશ્રીએ મને તેમની ખબર પૂછવા અને કશું જોઈતું કરતું હોય તો કહેજો તેમ કહેવા તેમની પાસે મોકલ્યો.. મારા માતુશ્રીના સ્વભાવમાં પહેલાથી કોઈને માટે દુર્ભાવ ન રહેતો એમણે સહજભાવે મને મોકલ્યો હતો પણ એના કારણથી મકાનમાલિકને જાણે હ્રદય પર ઝટકો લાગ્યો હોય એમ તેમનું વર્તન બિલકુલ બદલાઈ ગયું. થોડાક દિવસોમાં સાજા થઈ જતાં એ ધીમે ધીમે અમારી ઘરે આવ્યા અને મારા માતુશ્રી અને અમારી સહુની માફી માંગી, પછી તો રોજ મારા માતુશ્રી ‘શિવપુરાણ’ કે શ્રીમદ ભાગવત’ કે કોઈ ધર્મ ગ્રંથનું વાચન કરતાં હોય ત્યારે અમારે ત્યાં બેસી પ્રેમથી સાંભળતા અને મારા માતુશ્રી પર દીકરી જેવો સ્નેહ વરસાવતા. કોઈપણ સંજોગોમાં કરેલું સદવર્તન હંમેશા મીઠું જ ફળ આપે છે એવું મારા માતુશ્રીએ અમને સહજ વર્તનથી સમજાવી દીધું જે મને આખી જિંદગી યાદ રહ્યું છે, રહેશે.. !!
6. ક્યા લેખક/મિત્રને વાંચવાની મજા આવે?
ઉત્તર : આમ તો મને દરેક સારા લેખકો વાંચવા ગમે પણ મારા સહુથી પ્રિયમાં શિવકુમાર જોશી અને અશ્વિની ભટ્ટ છે, કાવ્યમાં મને વિપિન પરીખ અને પન્ના નાયકનાં અછાંદસ વાંચવા ગમે, ગઝલ સર્જનમાં નવા જૂના એટલા બધા નામ છે કે કોઈ એકાદ બેનું નામ લઈ બીજાઓને અન્યાય ના કરી શકું..
7. ભાષા અને સાહિત્યને કેવી રીતે મૂલવો છો?
ઉત્તર : ભાષા એ દરેક સમાજની ઓળખ છે અને જે તે ભાષાનું સાહિત્ય તેના સંસ્કાર છે. આપણી ભાષાના સાહિત્ય પરથી આપણું મૂલ્યાંકન થઈ શકે, આપણાં સંસ્કારોનું સંવર્ધન કેટલું અને કેવું થયું છે તે આપણી ભાષાના અને સાહિત્યના વિકાસના ગ્રાફ પરથી નક્કી કરી શકાય.
8. પુરુષ, પ્રોફેશન અને પરિવાર।...
ઉત્તર : મારા મતે પુરુષ અને સ્ત્રી બંને વ્યવસાય અને પરિવારને વધતો ઓછો સંચાલિત કરે છે કરી શકે છે છતાં બેઉની તુલના કરીએ તો સ્ત્રી તેમાં થોડાક ગુણ વધારે મેળવી જાય, પુરુષ તેના વ્યાવસાયિક રોકાણ અને જવાબદારી વચ્ચે ક્યારેક પારિવારિક જવાબદારી ભૂલી જઈ શકે છે જ્યારે સ્ત્રીઓની બાબતે તેવું બનવાની શક્યતા નહીંવત છે, જો કે અત્યારે સુધરતા જમાનામાં પૂર્ણપણે વ્યવસાયને વરેલી સ્ત્રીઓની હાલત ઉપર પુરુષ માટે કહ્યું એવી થતી પણ અનુભવી છે.
Comment
અશોકભાઈ જાની 'આનંદ' નો interview વાંચીને પ્રત્યક્ષ મળ્યા હોય તેવો આનંદ થયો. આમે તેવો સદાયે આનંદમાં હોય છે ને પોતે 'આનંદ' છે. ' આસોપાલવ' થી સાહિત્યના શુભ અવસરની શરૂઆત થયેલી હોય એટલે તેમના જીવનના તમામ સાહિત્યિક પ્રસંગો સફળતાપૂર્વક પાર પડશેજ એવી મિત્રોને ચોક્કસ ખાતરી છે. અમારી લાખ લાખ શુભેચ્છાઓ.ઉત્તરો ઉત્તર વધુને વધું સાહિત્ય પીરસતા રહે તેવી અપેક્ષા.અંતમાં, 'આનંદ' ઉપનામ માર્યાદિત લાગે છે. ખરેખર તો તેવો સ્વભાવથી નિજાનંદ,પરમાનંદ અને દેવાનંદ છે.પુનઃ અભિનંદન.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com