Made in India
નામ : પારુલ ખખ્ખર
જન્મતારીખ : ૧૦ જુલાઈ, ૧૯૭૦
કાર્યસ્થળ : હાલ અમરેલી
સ્વભાવ : મારા સ્વભાવ વિશે તો હું બીજું શું કહી શકું? તેમ છતાં કહેવું જ હોય તો કહી શકું કે સાવ સરળ છું. હું બહુ જ ઓછા મિત્રો બનાવી શકું છું અલબત્ત સામે પક્ષે હું ખૂબ સારી મિત્ર સાબિત થાઉં છું. સ્વચ્છતા અને ચીવટ મારી ખાસિયત છે. હા, ક્યારેક ઉતાવળી લાગતી હોઉં, પણ હું વાસ્તવમાં સાવ શાંત છું. વૈચારિક રીતે વાસ્તવવાદી હોવાથી બીજાને થોડી કઠોર લાગી શકું. મને મારી જાત માટે ગર્વ છે.
સૌપ્રથમ રચના : હું દસમા ધોરણમાં હતી ત્યારે અમારી સ્કૂલમાં હસ્તલિખિત ગ્રંથ તૈયાર થઈ રહ્યો હતો. મને થયું કે લાવને હુંય કંઈ લખું. લખવા માટે વાંચતી-વિચારતી. એ જ દિવસોમાં ઇન્દીરા ગાંધીની હત્યા થઈ. શાળામાં, ઘરમાં અને છાપાંઓમાં એ જ ચર્ચા. સ્વાભાવિક રીતે જે પ્રસંગ આપણી આસપાસ હોય એ જ પહેલા સૂઝે અને મેં મારા જીવવની સૌ પ્રથમ કાચી પાકી કવિતા ઇન્દીરાજી વિશે લખી. આ વાતને વરસો વીતી ગયા હોવાથી હાલ તે મારી પાસે પણ નથી, પણ શાળામાં ક્યાંય સચવાઈ હોવી જોઈએ. પ્રકાશિત રચનાઓ : 1. પુસ્તક-પ્રકાશન : લઈને અગિયારમી દિશા, (ફેબ્રુઆરી-૨૦૧૩ સંયુક્ત ગઝલસંગ્રહ, અન્ય દસ કવિઓ સાથે ) 2. સામયિક-પ્રકાશન : પરબ, કવિતા, કવિલોક, શબ્દસૃષ્ટિ, ધબક ઇત્યાદિ
પ્રશ્ન-૧ : Social media પર પ્રખ્યાત હોવું અને તે બાબતને સાચવી રાખવી કેટલું જરૂરી બની જાય છે ?
જો મારી જ વાત કરું તો હું social media પર આવી અને મારી અંદરનું સુષુપ્ત કાવ્યઝરણ ફરી ફૂટ્યું. ફેસબુકને લીધે એક લાંબા વિરામ પછી ફરી લખતી થઈ છું. Social media પરથી પ્રસિદ્ધિ મળી શકે છે, પણ કોઈ પણ પ્રસિદ્ધિ પરિશ્રમ માંગે છે. તેને ટકાવી રાખવા ઉતરોત્તર સારું સર્જન આવશ્યક છે. વાસ્તવમાં પ્રસિદ્ધિ કરતાં સર્જનનો મહિમા છે.
પ્રશ્ન-2 : આજ નેટવર્કિંગ સાઈટ પર બીજા લેખક કે કવિની પોપ્યુલારીટી તમારી જવાબદારી કે ચિંતા વધારે છે ?
ના. ચિંતા બિલકુલ નહી. કારણ કે અહીંયાં દરેકનાં ગજાં પ્રમાણે દરેકને સ્થાન મળતું હોય છે. જ્યાં સુધી તમે શબ્દને વફાદાર છો ત્યાં સુધી કોઈની પ્રસિદ્ધી તમને કશું નુકશાન પહોંચાડી શકતી નથી. જવાબદારી વિશે કહું તો પોતાની જ રચનાથી સારી રચના આપવાની જવાબદારી દરેક સર્જક રાખે તો કોઈએ કોઈની હરીફાઈનો સામનો ન કરવો પડે. દરેક સર્જક પોતાની રીતે યુનિક છે.
પ્રશ્ન-3 : બીજા લેખક કે કવિ સાથેના સંબંધ કેવા છે ?
બે ચાર અંગત મિત્રો સિવાય તમામ સાહિત્યકારો સાથે ઔપચારિક સંબંધો છે.
પ્રશ્ન-4 : આ ક્ષેત્રે આવ્યા બાદ,શું તમારા પરિવારનો સાથ-સહકાર છે ?
હા, પરિવાર એ મારી પ્રથમ જવાબદારી છે. કવિતા એ શોખ છે તેથી ઘર-પરિવારમાંથી સમય કાઢીને સર્જન કરતી હોવાથી પરિવારજનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે.
પ્રશ્ન-5 : પોતીકા છોડીને જાય તો હજુ દુઃખ થાય છે કે એ બાબતથી પરે આવી ગયા છો ?
કોઇ જાય છે ત્યારે ૧૦૦% દુઃખ થાય જ છે. એ બાબતથી પર થવું કદાચ મારા માટે શક્ય નથી.
પ્રશ્ન-6 : સ્ત્રી અને પુરુષોના સંબંધ વિષે શું માનો છો ?
સ્ત્રી અને પુરુષ સમાજરથનાં પૈડાં છે. બન્ને સાથે અને સમાનતાથી ચાલે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. સ્ત્રી દરેક સ્વરુપે પૂજનીય છે અને પુરુષ દરેક સ્વરુપે રક્ષક છે. બન્ને પોતપોતાની ખામીઓ-ખૂબીઓ સહિત પોતાપણું જાળવી રાખે તે ઇચ્છનીય છે. બન્ને એકબીજા વગર અધુરાં છે. એ પતિ-પત્ની સ્વરુપે સાથે રહીને એક સર્વોતમ પરિવાર બનાવી શકે છે, એ પ્રેમીઓ તરીકે સાથે રહી પ્રેમની તદ્દન નવી જ વ્યાખ્યા સ્થાપિત કરી શકે છે, એ ભાઇ-બહેન સ્વરુપે સાથે રહી નિર્દોષ લાગણીનું ઝરણું વહાવી શકે છે, અને સૌથી ઉચ્ચ પ્રકારે એટલે કે મિત્ર સ્વરુપે સાથે રહી એકબીજાનો ખભ્ભો બનીને ચૂપચાપ સાથ નિભાવી જાણે છે.
પ્રશ્ન-7 : તમારા માટે સ્ત્રી એટલે ?
સ્ત્રી એટલે ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. ઈશ્વરે તેને રૂપ અને ગુણ વડે માલામાલ કરી છે. એ મા છે, બહેન છે, પત્ની છે, પ્રેમિકા છે, ભાભી છે અને સખી છે. આ દરેક સ્વરૂપને તે બખૂબી નિભાવી જાણે છે. આમ જુઓ તો થોડી બુદ્ધુ, વધારે પડતી લાગણીશીલ, ઉતાવળી, ગર્વિષ્ટ , જીદ્દી અને મનથી સાવ બાળક જેવી હોવાથી ઉખાણા જેવી લાગે પણ આમ સાવ કાચનાં વાસણ જેવી હોય છે. જરાક કાળજીથી સાચવો તો વારી વારી જાય! મારા મતે સ્ત્રીનો સૌથી મોટો ગુણ છે અનુકૂલન સાધવાનો તે નદીની જેમ પોતાની જગ્યા બનાવતી બનાવતી આગળ વધતી રહે છે. મને ગર્વ છે કે હું સ્ત્રી છું. આવતા દરેક જન્મે હું સ્ત્રી જ બનવાનું પસંદ કરીશ.
પ્રશ્ન-8 : પ્રેમ એટલે ?
માનવજીવનનો સૌથી મોટો ચમત્કાર એટલે પ્રેમ. કવિઓ એને ‘નૂર કી બારિશ’ કહે છે અને આ વાત એ બારિશમાં ભીંજાયા વગર કોઇ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેમ નથી. ’મેલોડી ખાઓ ખુદ જાન જાઓ’ની માફક ‘પ્યાર કરો ખુદ જાન જાઓ’!
Interview taken by – Jyoti Parmar
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com