Made in India
લલિત ખંભાયતા
જન્મ તારીખ- 30-1-1985
મૂળ વતન /કાર્ય સ્થળ - વતન જૂનાગઢ પાસેનું મોટી ખોડિયાર અને કાર્યસ્થળ અમદાવાદ.
અભ્યાસ - માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન (એમજેએમસી), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
સ્વભાવ – મારા સ્વભાવ વિશે હું તો કઈ રીતે કહી શકું પણ તોય કેટલીક ખબર છે એ પ્રમાણે હું મારા વિચારોમાં સ્પષ્ટ હોઉ છું, સ્વભાવ થોડો આકરો કહી શકાય એવો છે. અંતર્મુખી પણ ગણી શકાય થોડા અંશે.
સૌપ્રથમ રચના- સાહિત્યિક કહી શકાય એવી રચનાઓ ખાસ કરી નથી. 2006-7માં એક કવિતા લખી હતી, જે ફૂલછાબમાં છપાઈ પણ હતી. પરંતુ ત્યારે ખબર પડી કે કવિતા લખવાનું મારુ કામ નથી. પત્રકારત્વ-લેખનમાં આગળ વધ્યો એ સાથે એ પણ સમજાયું કે જેના સાહિત્ય કહેવાય (ફિક્શન) એ લખવું મારા માટે ઘણું અઘરું છે. પરિણામે મોટે ભાગે માહિતીપ્રદ જ લખ્યું છે.
હા, એક સ્પર્ધા માટે વાર્તા લખી છે, હમણાં જ. એ સ્પર્ધાનું પરિણામ બાકી હોવાથી એ અંગે હાલ કશું કહી નહીં શકું.
પ્રથમ લેખ 2006માં છપાયો હતો, કોમોડિટી વર્લ્ડ નામના રાજકોટથી પ્રકાશિત થતાં અખબારમાં. એ પછી ફૂલછાબમાં પણ શરૂઆતી લેખો છપાયા હતાં.
પ્રકાશિત રચનાઓ- પ્રકાશિત રચનાઓ એટલે પુસ્તક ગણતા હો, તો એક પણ નહીં. લેખો અનેક પ્રગટ થયા છે. અંદાજે એકાદ હજાર. પહેલું પુસ્તક સંભવત એપ્રિલના એન્ડમાં અથવા મે મહિનાના પ્રારંભે આવશે.
૧. અમદાવાદ અને જૂનાગઢ - કેટલો ફર્ક છે લોકો વચ્ચે રહીને અનાયાસે ચાલવાનો અને સિંહની ગર્જનામાં રોજિંદી જિંદગી જીવવાનો ?
બે રીતનો ફરક છે. એક તો જૂનાગઢ હતો, ત્યારે વિદ્યાર્થી હતો, માટે બેજવાબદાર પણ હતો. હવે જવાબદારી છે, ઘર-પરિવારની. શહેર તરીકે જૂનાગઢ સ્વાભાવિક રીતે જ વધારે ગમે છે, કેમ કે એ વતન છે. એ શહેરની ગલીઓમાં બહુ રખડ્યો છું. અમદાવાદ ભારતનું કોઈ પણ એવરેજ શહેર હોય એવુ જ મુશ્કેલ શહેર છે. અમદાવાદનો પ્લસ પોઈન્ટ એ છે, કે અહીં મને લાયકાત પ્રમાણેનું કામ મળ્યું છે. જૂનાગઢમાં કદાચ એ ન મળ્યુ હોત. જૂનાગઢ કે સૌરાષ્ટ્રની પ્રજામાં હોય એટલી બધી લાગણી અમદાવાદની પ્રજામાં નથી. તો પણ મને અમદાવાદનો ખાસ ખરાબ અનુભવ થતો નથી. વળી કોઈ શું કહેશે કે વિચારશે એની પરવા કર્યા વગર હું મારી જીંદગી જીવું છું, એટલે અમદાવાદની ટાઈટ જીંદગીમાંય રિલેક્સ રહી શકું છું. સિંહની ગર્જનાઓ માટે નિયમિત ગીરની મુલાકાત લેતો રહું છું, એટલે અમદાવાદમાં એ ખાસ મીસ નથી થતી.
૨. રખડીને થાકવાની મજા આવે છે?
ના થાકવાની મજા ન જ આવે. કેમ કે શારીરિક થાક લાગે ત્યારે ઘણી વખત રખડવાનું કંટાળાજનક પણ લાગે. પરંતુ રખડવા જતી વખતેય ત્યાં શું શું થઈ શકશે તેની માનસિક તૈયારી કરેલી હોય એટલે કોઈ આકસ્મિક સંજોગો સર્જાય તોય ઓહોહોહ નથી થઈ જવાતું. કેમ કે પૃથ્વી પર જે દુર્ઘટનાઓ બને છે, એમાંની કોઈ અમારી સાથે પણ બની શકે. હું એને અટકાવી શકવાનો નથી. માટે એ માટે તૈયારી કરીને જ ઘરની બહાર પગ મૂકવાનો. વળી હું ગમે તેની સાથે રખડવા જતો નથી, કે ગમે તેને લઈ પણ જતો નથી. મારી પસંદની કંપની સાથે હોય એટલે પછી ગીરના સુક્કાંભઠ્ઠ જંગલમાંય મને શિતળતા મળતી રહે છે.
૩.આપની વેબસાઈટ પર કોરોવોઈ વિષે વાંચ્યું- શું દુનિયાદારીથી દુર રહેતા લોકોથી પ્રભાવિત છો ,એવું રહેવું ગમશે ?
હા બિલકુલ, એમ જ રહેવું ગમે. એ રીતે હું એકલવાયી કે પછી નાનાં ટોળાની જીંદગી પસંદ કરુ છું. આગળ કહ્યું એમ રોજીરોટી અમદાવાદમાં છે, એટલે અહીં રહેવુ પડે. પણ એકલતા માટે નિયમિત રીતે જંગલમાં જતો રહું છું. વળી અમદાવાદ આસપાસ પણ ઘણી એવી એકાંત અને અવાવરૃ જગ્યાઓ છે, જ્યાં સામાન્ય લોકો જવાનું પસંદ ન કરે. હું ત્યાં પણ રખડતો રહું છું. એમ કરવાથી મજા આવે છે. કોરોવાઈ તો દૂર દેશમાં રહે છે. પરંતુ હું તો ગીરના જંગલમાં નેસડામા રહેતા માલધારીઓથી પણ પ્રભાવિત છું. એમની જીંદગી પણ કુદરતની વધારે નજીક છે.
૪ કલકત્તા એટલે ? (કોલકાતા જઈ આવ્યાનો અનુભવ)
ચાર સદી જુનો ઈતિહાસ સંગ્રહીને બેઠેલું શહેર, જેણે અંગ્રેજ સલ્તનતનો દોરદમામ પણ જોયો છે અને 21મી સદીના ભારતના ટ્રાફિકમાં પણ પિસાઈ રહ્યું છે. અહીંના લોકો વધારે શિસ્તબદ્ધ અને ગુજરાતી જેટલા જ મળતાવડાં છે.
૫. સ્ત્રી એટલે ?
સ્ત્રી કે પુરુષ કે કોઈ પણ એવી રચના જે કુદરતે કરી હોય એના વિશે કંઈ પણ કહેવાનું કે એમને કોઈ વ્યાખ્યામાં બાંધવાનું મારું કોઈ ગજું નથી. પરંતુ પત્રકારત્વમાં મને સંઘર્ષ કરતી અને ખાસ જાણીતી ન બનેલી સ્ત્રીઓ વિશે લખવાની ઘણી મજા પડી છે. અને એવી સ્ત્રીઓ અંગે લખવા બદલ એવોર્ડ પણ મળ્યો છે.
૬.પ્રેમ એટલે ?
પ્રેમ વિશે પણ ખાસ કહી શકાય એમ નથી. પણ પ્રેમ કર્યા વગર કે મેળવ્યા વગર ચાલે નહીં એટલી વાત નક્કી છે.
૭. ફરનારનું નસીબ પણ ફર્યા કરે છે, શું લાગે છે ?
ના, એવુ જરાય નથી લાગતું. હું ફરતો રહું છું. નસીબ જેવું જો કંઈ હોય તો એ એની રીતે ફરતું હશે. મને નસીબની કોઈ અસર થતી હોય એવુ મને લાગ્યુ નથી.
૮. ગાંધીજીની દરેક બાબતથી પ્રભાવિત છો ?
દરેક બાબતથી પ્રભાવિત છું, એમ કહી શકાય એટલા બધા ગાંધીજીને હજુ હું જાણતો નથી. પરંતુ એક સમયે અમે ગાંધીજી પર જોક કરતાં. એ બાળપણની વાત છે. ગાંધીજીને વાંચતો થયો ત્યારથી તેનાથી પ્રભાવિત થવાનું શરૃ થયું. હવે જેમ જેમ તેના વિશે જાણકારી મળતી જાય છે, એમ એમ મારી ગાંધીજી પ્રત્યેની શરણાગતિ વધતી જાય છે.
૯. દુનિયા ફરવાની ઈચ્છા ?
ઈચ્છા હોય તો એ પુરી ન થઈ શકે. કેમ કે એક જીંદગીમાં દુનિયા સરખી રીતે ફરી શકાય એટલી બધી સરળ કુદરતની રચના નથી. માટે દુનિયા આખી તો નહીં, પરંતુ કેટલાક પસંદગીના પ્રદેશો જોવાની ઈચ્છા જરૃર છે. જેમ કે એમેઝોનના જંગલો.
10. ફરીને લખવાની મજા એટલે ?
મારી થોડી ઘણી જે ક્રિએટિવિટી છે, એ ફર્યા પછી જ વિકસે છે, એમ મને લાગે છે. માટે ફરીને હું વધારે સારી રીતે લખી શકુ છું. ફર્યા વગર દુનિયા સમજી શકાતી નથી. અને ફરતાં રહીએ એટલે સમજાય કે જગત કેટલું વિશાળ છે અને આપણે કેટલા વામન.
Interview taken by Jyoti Parmar
Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com