Made in India
વિવેક મનહર ટેલર
જન્મ તારીખ - ૧૬ માર્ચ ૧૯૭૧
મૂળ વતન- સુરત
ડીગ્રી- એમ.ડી. મેડિસીન , બી.એ ( અભ્યાસ ચાલુ )
સ્વભાવ-ઉગ્ર મિજાજી, હસમુખા
પ્રકાશિત પુસ્તકો- (૧) શબ્દો છે શ્વાસ મારા , (૨) ગરમાળો
વ્યસન- શબ્દો ,કવિતા , પ્રવાસ , મિત્રો ,પુસ્તકો , ફોટોગ્રાફી
૧- આપની સૌપ્રથમ રચના ?
- ૧૯૮૦માં સાડા ૯ વર્ષની ઉંમરે જયારે પરિવાર સાથે નાલગોરના દરિયાકિનારે જતા હતા ,પપ્પા પણ ગાતા હતા અને અમે સૌ સુરમાં સુર મિલાવતા હતા ત્યારે ત્યાંજ કેટલાંક જોડકણા રચી નાખ્યા, પપ્પા ખુશ થયી ગયા, રાત્રે કમરામાં જઈને મેં એ જોડકણા રચી પણ નાખ્યા.
૨- તમારી જિંદગીનો યાદગાર કિસ્સો ?
- હું જયારે કોલેજમાં હતો ત્યારે કવિસંમેલન યોજાયેલ,ત્યારે એક છોકરીએ મને સાંભળ્યો, તે મારા પ્રેમમાં પડી ગયી ,અમે એક થયા ત્યારબાદ ૧૫ વર્ષ સુધી કવિતા લખાવની બંદ કરી. ૧૫ વર્ષ પછી જયારે એજ સભાખંડમાં યોજાયેલ સંમેલનમાં અમે ગયા ત્યારે પ્રેક્ષકમાં બેઠા હતા, એ વાત મને ખૂંચી અને મેં ફરીથી લખવાનું શરૂ કર્યું.
૩-હાલ ક્ષણે તમે શું લખશો ?
-તમારો ફોન નંબર!
૪- પોતાના શોખ માટે લખે છે કે વાંચકોના મનોરંજન માટે ?
-એવો કયો સાહિત્યકાર છે જે નિજાનંદ માટે લખતો હોય, સાહિત્ય માત્રનું સર્જન નિજાનંદ ઉપરાંત પ્રસિદ્ધિ , અમરત્વની અપેક્ષા સાથે થતું હોય છે. જો હું ફક્ત નિજાનંદ માટે લખતો હોઉં તો ડાયરીથી આગળ વધવાની જરૂર નથી.
૫- લખાણ પાછળ નકારાત્મક વિચારોનો કેટલો પ્રભાવ છે ?
-કળા માત્રને જ કાળો રંગ માફક આવે છે. વેદનાણો સુર જ વખણાય છે.
૬-શું એમના લખાણમાં એમના જીવનની છબી છે ?
- બિલકુલ , તારીખ કાવ્યની જુઓ, વાંચો પછી કલામ. એ રીતે જડશે મારી કથા, મારી ચાલઢાળ ..
૭- લગ્ન વિષે શું માનવું છે ?
- લગ્નએ સમાજનું ઘડી કાઢેલું જુઠાણું છે, અને હું સત્યવાદી હરિશ્ચંદ્ર નથી.
૮- પ્રેમ એટલે ?
-ખુલ્લું આકાશ , મોકળો દરિયો, પંખીનું ઉડયન
૯- સાહિત્યમાં રસ હતો તો પણ ડોક્ટર બનવા પાછળનું કારણ ?
-લક્ષ્મી અને સરસ્વતીના સંબંધ વિષે શંકા હતી. સાહિત્યકાર બન્યા પછી દાકતરી ના કરી શકાય પણ ડોક્ટર બન્યા પછી સાહિત્ય સર્જન કરી શકાય એ સમજ સત્તર સાલે આવી ગયેલી.
૧૦- યુવાવર્ગને શું સંદેશો આપશો ?
- હું પોતે હજુ યુવાન જ છું. ( ૪૩ વર્ષ )
Interview taken by Jyoti Parmar
Comment
પ્રેમને પુષ્પો વડે શણગારવાનો હોય ના
કંટકોથી દુર એને રાખવાનો હોય ના
ચડ ઉતર સમજાય ના એવી અહીં દેખાય છે
પ્રેમને દર્પણ વડે નિહાળવાનો હોય ના
પ્રેમ સૂર્યોદય અને સૂર્યાસ્તનો પર્યાય છે
પ્રેમને કઈ ત્રાજવાથી તોલવાનો હોય ના
પ્રેમ બચપનમાં, યુવાનીમાં, બુઢાપામાં મળે
પ્રેમને સઘળી દશામાં શોધવાનો હોય ના
પ્રેમમાં આગળ વધ્યાને,પ્રેમમાં પાછા પડ્યા
પ્રેમને સમજ્યા વગર સરખાવવાનો હોય ના
---------શિરીષ ઓ. શાહ, વડોદરા -----
આભાર તમારો જ્યોતિબેન,
જેમણે મળવાની ઈચ્છા વરસોથી હતી તે તમે માહિતી દ્વારા અંશતઃ પૂર્ણ કરી. વિવેકભાઈ ઉપર એટલો બધો પ્રેમ કે એમનો કાવ્ય સંગ્રહ એક ઘેર હોય તોયે પુસ્તક મેળામાં ગયા હોય તો ભૂલથી બીજો ખરીદી લઈએ. ફરીથી આભાર.
શિરીષ શાહ,વડોદરા.
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com