Made in India
Comment
લગભગ 17 કે 18 વર્ષ ની ઉમરે બક્ષી વાંચવા શરુ કર્યા હશે અને ત્યારથી ચડેલો બક્ષીનો કેફ હજી આ મધ્ય વયે પણ જરાયે ઉતર્યો નથી. લગભગ આખેઆખા કહી શકાય એટલા બક્ષીને વાંચ્યા છે.એમની નવલકથાઓ થી લૈને એમની કટારો અને જ્ઞાન વિજ્ઞાન શ્રેણીઓ અને બધું જ અને આ બક્ષીનામા તો ત્રણેક વાર વાંચી હશે.1970ની આસપાસ જન્મેલી અને સહિત્યમાં રુચિ ધરાવતી અમારી પેઢી માટે બક્ષી વિશ્ર્વ તરફ ઉઘડતું વાતાયન હતા.19મી અને 20મી સદીના વિશ્ર્વ સાહિત્યનો પરિચય અમને બક્ષી સાહેબે કરાવ્યો છે.એમના પ્રિય એવા હેમિંગ્વે,કામૂ અને સાર્ત ની ઓળખાણ અમને એમણે જ કરાવી છે.
આપણે ગુજરાતીઓ સહિત્યકારોને બહુ યાદ રાખતા નથી, તેમનું સન્માન કરતાં આપણને નથી આવડતું કારણકે આપણે ખાસ વાંચતા જ નથી. ગુજરાતી સાહિત્ય કેટલું સમ્રુધ, વિશાળ અને સભર છે એ વાતે મોટાભાગના ગુજરાતીઓ અજાણ છે.બંગળી,મરાઠી,પંજાબી કે દક્ષિણની ભાષાઓના સાહિત્યકારોને તેમની પ્રજા જે સન્માન આપે છે તેવું આપણે ત્યાં ભાગ્યે જ જોવા મળે છે. બક્ષી સાહેબનું સર્જન એટલું માતબર છે કે જો અન્ય કોઇ ભાષામાં તેઓ લખતાં હોત તો તે ભાષાની ઓળખ તેમના નામથી થતી હોત. તે છતાં પણ સામાન્ય ગુજરાતી વાચકમાંથી ભાગ્યે જ કોઇ હશે જેણે બક્ષીને નહિં વાંચ્યા હોય.
બક્ષીનામા માત્ર બક્ષીની આત્મકથા નથી 19મી સદીના ભારતની એક જાંબાઝ લેખકની કલમે લખાયેલી તવારીખ છે. જેમાં તે સમયના ઉત્તર ગુજરાતના પાલનપુર થી લૈને પુર્વના કલકત્તાના જીવનનો વ્યાપ છે. પાલનપુરના એમના ઘર આગળના ખોળા લીમડાથી લૈને કલકત્તાના અલ્કા સાડી સ્ટોર સુધીની દિલચસ્પ સફર છે.એમના કેટ્કેટ્લાં ફેમસ ક્વોટ તમને મળે- બક્ષીનો બેટો છે લાત મારીને રસ્તો કરી લેશે કે પછી મરદની મૈયતમાં જવું પણ હિજડાની જાનમાં કોઇ દિવસ ન જવું!!!! એક તૂટી રહેલા મણસને એક જ બાબત બચાવી શકે છે, તેનો અહંકાર. મારા માટે અહંકાર એ ઓમકાર સમાન છે.....
બક્ષી મિજાજ્ના લેખક હતા, ખુમારી, તે જ તરાર ઉર્દુ મિશ્રીત ભાષા અને સ્પષ્ટ રજુઆત. અને સૌથી અગત્યની વાત એ કે તેઓ હંમેશા ક્લીયર સ્ટેંડ લેતા એમને જે યોગ્ય લાગે તે વો સ્પષ્ટ સ્ટેંડ.એમના મંતવ્યથી તમે અસંમત હોઇ શકો પણ અવગણી ન શકો.
બક્ષી વિશે લખવું એટલે સાગરને ચમચીમા સમાવવા જેવું છે.બક્ષી બક્ષી હતા.
એકો અહમ દ્વિતીયો નાસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ !!!!!
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com