Amrita Pritam

baat amritaji ki

સરખામણી 
મારા અત્યંત પ્રિય પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ ની લખેલી એક વાત ની રજૂઆત મને ખુબ સંવેદનશીલ લાગી . તેઓ એક વાર એમના ઘરે કામ કરતી ગરીબ છોકરી નાં ઝુપડા માં ગયા ચૂલા પાસે બેસી એ મોટી ભાખરી વણી એના પર ચમચી થી માછલી દોરી રહી હતી એમણે પૂછ્યું,આમ કેમ કરે છે ?પેલી છોકરી કહે ,અમે ગરીબ છીએ એટલે માછલી નથી લાવી શકતા.
એટલે એવો આકાર બનાવી સેકીએ છે . એનો પ્રોબ્લેમ તો સોલ્વ કરાય .પણ .......
અમ્રીતાજી એ લખ્યું ..હું પણ એના જેવી જ છું ને ,બધું હોવા છતાં મારા મનગમતા આકારે જીંદગી ને ક્યાં જીવું છું .ફક્ત સપના માંજ ને ,અને ઝળહળતી આંખે બહાર નીકળી ગયા . વાચકો ની આંખ પણ ચોક્કસ ઝળહળી હશે .
-મનીષા જોબન દેસાઈ