Currency Note Ban! Right or Wrong?

1) શું ખરેખર આ ફાયદાકારક છે? જો છે તો કંઈ રીતે?
2) સૌથી મોટા પાયે આ પગલું સમાજનાં કયાં વર્ગને અને કંઈ રીતે અસર કરશે?
3) સામાન્ય માણસનો આ પગલામાં શું રોલ?
4) આ સમયે સરકાર અને તેનાં વિરોધ પક્ષની જવાબદારીઓ શુ?
5) શું નિર્ણય ખોટો કે ઊભી થયેલી અસુંવિધાઓ?આ વસ્તુનો નિવેડો કેમ લાવવો?
6) દેશનું યુવાધન કંઈ રીતે આ નિર્ણયમાં ભાગીદાર બની શકે? સહયોગ આપીને કે બસ વિરોધના આંદોલનો કરીને?
  • up

    Chetan Solanki

    (૧) આ ખરેખર ફાયદાકારક છે. પાડોશી દેશો માંથી ઘુસાડવામાં આવતી નકલી નોટો નું કૌભાંડ બંધ થશે. મોટી માત્રામાં રોકડ રકમ લઈને બેઠેલા બાબુઓ, બિલ્ડરો, શેઠિયાઓ, જે આવકવેરો ભર્યા વગર લાખોપતિ બન્યા છે તેમને ફટકો પડશે.
    (૨) દેશના બીમાર અર્થતંત્ર ને ફરી અડીખમ બનાવવા માટે શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલું આ ઐતિહાસિક પગલું મુખ્યત્વે ધનિક લોકો ને અસર કરે છે. જે ધનિકો સમજદાર છે અને આવક વેરો ભરે છે તેમને સરકાર દ્વારા કોઈ જ મુશ્કેલી નહિ પડે. પણ બેઈમાનીનો પૈસો જે ધનિકો પાસે વિપુલ પ્રમાણમાં રોકડ રકમ સ્વરૂપે પડેલો છે, તેમને એટલી જ વિપુલ પ્રમાણમાં તકલીફ વાહોરવી પડશે એ વાત નક્કી છે.
    (૩) નરેન્દ્ર મોદી ખુબ જ દીર્ઘદ્રષ્ટિ ધરાવતા વિશ્વના મજબૂત પ્રધાનમંત્રી માંથી એક છે. તેમના આ નિર્ણય ને માધ્યમ વર્ગના લોકો આવકારે અને દેશમાથી કાળુનાણું કાઢવમાં સરકાર ની મદદ કરે.
    ઘરમાંથી એક ઉંદર કાઢવામાં પણ જો આપણને ઘણી તકલીફ પડતી હોય, તો દેશમાંથી ભ્રષ્ટાચાર અને કાળાનાણા ની સમસ્યા ને જડમુળ માંથી કાઢવા માટે થોડી તકલીફ પડશે જ, એ વાતમાં કોઈ શંકા નથી. અને આ માટે માધ્યમ વર્ગના લોકો ચુપચાપ તકલીફ વેઠે છે અને દેશના સુરક્ષિત ભાવિષ્ય માટે લાઈનમાં ઉભા રહી ને મોદી ના આ નિર્ણય ને આવકારે છે આ વાત સત્ય છે.
    (૪) જયારે દેશના ભવિષ્યનો સવાલ હોય ત્યારે વિરોધ પક્ષે સરકાર નો ટેકો આપીને બને એટલી ઓછી અવ્યવસ્થા સર્જાય તે માટે પગલાં લેવા જોઈએ.
    (૫) નિર્ણય કોઈ રીતે ખોટો ન હોઈ શકે. ચાણક્યે પણ કહેલું છે, કે અર્થતંત્ર માં અમુક સમયે ચલણી નોટો બદલાવી જોઈએ. અને અત્યારે આ પગલાંની તાતી જરૂર છે. અસુવિધા છે જ, પરંતુ આ સમયે સરકાર દ્વારા અને બેંકો દ્વારા વધારાના કાઉંટર ખોલીને નોટો બદલવાની પ્રક્રિયા સહેલી બનાવવી જોઈએ.
    (૬) ભારતમાં આજે વિશ્વમાં સૌથી વધારે યુવાધન છે. અને આજનું આ યુવાધન મોદીના આ નિર્ણય ને આવકારે છે. તેથી તકલીફ ભોગવીને પણ દેશહિત માટે ભાગીદાર બનવું જોઈએ.
  • up

    Vishal Prajapati

    ચોક્કસ ચેતન. બસ લાઈનમાં ઉભેલ માનવી નોટ બદલવા નહીં પણ દેશ બદલવા ઉભો છે એમ વિચારે તોખરેખર બદલાવ આવશે.